તારા હૈયાંમાં વસતિ કોની કોની છે પરિચય એનો કરી લે
કોણ છે એમાં નડતર કરનાર, કોણ છે સાથ દેનાર એને જાણી લે
છુપાયા છે હૈયાંમાં એ તો એવા, જીવનમાં એને તું જાણી લે
છેલ્લી ઘડીએ દે દગો એ તો તને, એ પહેલાં એને તું જાણી લે
લાગે જીવનમાં એના વિના અધૂરું, સાચી રીતે એને તું સમજી લે
પરિચય કર્યા વિના માંડજે ના ગણતરી એની, જીવનમાં આ સમજી લે
હશે કરવી તૈયારી જીવનની જીવનમાં, જરૂરિયાત પરિચયની સ્વીકારી લે
જીવન છે તારું, માંડવાની છે ગણતરી તારે, બરાબર આ સમજી લે
પડશે ખોટી કે સાચી ગણતરી તારી, પામીશ કે ગુમાવીશ તું સમજી લે
પામવું છે શું, કરવું છે શું, લેવો છે સાથ કોનો એ તો તું સમજી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)