જીવનમાં જાગી ગયું, દિલમાં તો લાગી ગયું, કહેતાં કહેવાઈ ગયું
દર્દ એવું જાગી ગયું, હૈયું વ્યાકુળ બની ગયું, આંખો એને શોધી રહ્યું
ચિત્ત એમાં ચોરાઈ ગયું, જીવનમાં, પળ બે પળમાં તો આ બની ગયું
માવજત તો ક્યાંથી કરું, ગોત્યું પગેરું દર્દનું, પગેરું ના એનું જડયું
ના ખાવું ભાવ્યું, ના પીવું ભાવ્યું, દિલમાં દર્દ ઊભું એવું કરી ગયું
પ્રેમનું વળગણ વળગ્યું, ચિત્તડું એમાં ધૂણ્યું, હૈયું સાનભાન એમાં ભૂલ્યું
દિલ જ્યાં એમાં તૂટયું, બન્યું મુશ્કેલ જોડવું, હૈરાન પરેશાન થયું
પ્રેમની રોશનીમાં ચમકયું આંસુને મોતી સમજ્યું, દીવાનું તો એમાં બન્યું
દર્દના એ વીસર્યું, દર્દ ના એ ભૂલ્યું પ્રેમના દર્દનું પ્યાસું તો એ બન્યું
જીવવું તો ના એ ભૂલ્યું, દર્દ વિનાનું ના એ રહ્યું, દર્દને જીવન એણે ગણ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)