બની જાશે જીવનમાં જ્યાં પ્રભુનો, થઈ જાશે દૂર ભાગ્યની દાદાગીરી
થયું પ્રાપ્ત બનવાનું પ્રભુના, પરમ ભાગ્ય હટી જાશે ભાગ્યની દાદાગીરી
આવી ગયો આનંદનો સાગર જ્યાં હાથમાં, ફીકર આનંદના બિંદુની શાને કરવાની
કરવી અને પડશે કરવી તૈયારી, આનંદસાગર પાસે તો તારે પહોંચવાની
શક્તિના સાગરમાં ભળ્યા જ્યાં જીવનમાં, શક્તિ જીવનમાં ક્યાંથી ખૂટવાની
પ્રેમના સાગરમાં ભળ્યા જ્યાં જીવનમાં, પ્રેમની કમી જીવનમાં નથી પડવાની
સરિતાએ મહાસાગર બનવા, નથી કાંઈ જરૂર બીજું તો કરવાની
ઉચ્ચ ક્રમ છે આ તો જીવનનો, બિંદુએ મહાસાગર બનવા જરૂર છે ભળવાની
એક થવા જીવનમાં તો સદા, પડશે અલગતા તો મિટાવવાની
વામનમાંથી બનવું છે જ્યાં વિરાટ, પડશે જરૂર વિરાટમાં ભળવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)