ડૂબતી છે નૈયા મારી, તારો છે એક આધાર
ચારેકોર તોફાન છે માડી, બન્યો છું બહુ લાચાર
કર્મો મારાં આંખો સામે નાચી, પાડે છે બહુ પોકાર
ઝાલીને હાથ મારો માડી, નાવડી હવે તું તાર
મદમાં બનીને ચૂર માડી, સાચું સૂઝ્યું નહીં લગાર
કર્મો કરતાં જોયું નહીં માડી, હવે લાગે છે એનો ભાર
માર્ગ સૂઝતો નથી માડી, યાદ આવે છે તું વારંવાર
ઝાલીને હાથ મારો માડી, નાવડી હવે તું તાર
જાણ્યું છે મેં તો માડી, દેવામાં છે તું બહુ દિલદાર
વહારે ચડજે વહેલી માડી, કરજે તું કરુણા અપાર
તારા વિના માડી, મારી નૈયા ઝોલાં ખાયે મઝધાર
ઝાલીને હાથ મારો માડી, નાવડી હવે તું તાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)