ભૂલી ના જાતી માડી, વાતો અમારી, વાતો અમારી તારાથી છૂપી નથી
હરેક ઇચ્છા રહી છે અમને સતાવતી, ઇચ્છા અમારી જ્યાં કાબૂમાં નથી
સુખદુઃખ તો છે જીવનમાં અમારા સાથ, બંધાયા વિના અમે એમાં રહ્યાં નથી
જઇને વાતો અમારી કરવી કોને, તારા વિના બીજું અમારું કોઈ નથી
લોભલાલચની જગમાં છે દુનિયા બૂરી, ખેંચાયા વિના અમે એમાં રહ્યાં નથી
વિશ્વાસના બિંદુ રહ્યાં છીએ અમે પીતા, ઘૂંટડેઘૂંટડા અમે હજી પીધા નથી
સફળતાના બિંદુઓમાં અમે છકી ગયા, પરમ સફળતા અમે હજી પામ્યા નથી
પરમ શક્તિ છે, તું છે મારી પરમ માતા, તારી શક્તિ વિના અમે ખાલી નથી
જીવી રહ્યાં છીએ જગમાં હાજરીમાં તમારી, તમારી હાજરી વિના જગ ખાલી નથી
કરવી છે રાજી, જીવનમાં તમને તો માડી, નુસખો એનો અમે તો જાણતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)