છીએ અમે અમારા કર્યાના કેદી, છીએ અમે તો મુક્તિના વારસદાર
સૂડી વચ્ચે સોપારી જેવી છે હાલત અમારી, છીએ અમે એના જવાબદાર
બન્યા અને બનાવ્યા સ્વાર્થના ભોગ, સમજ્યા ના અમે તલભાર
કંટક કંઈક સહ્યાં, માર્ગ ના બદલ્યા, રોકાયા ક્યાંય નહીં પળવાર
દુઃખદર્દના તો શિકાર બન્યા, બન્યા તો અમે એના કહેનાર
ચિંતાઓને તો ના છોડી જીવનમાં, બન્યા અમે તો ચિંતાઓ કરનાર
દિલ અમારું દર્દ પુરાણું, બન્યા અમે તો દર્દના સહેનાર
લૂંછવી પડી ખુદની આંખો, બન્યા ના અમે અન્યની આંખો લૂંછનાર
સમજણના પૂર્યા ના સાથિયા જીવનમાં, હતા એવા અમે બેસમજદાર
ભીની આંખે કાપ્યો જીવનપથ જીવનમાં, રહ્યાં અમે દુઃખના રડનાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)