જવાની એ તો જવાની, એ તો જવાની છે
શું તારી કે શું જગની, એ તો એજ કહાની છે
રાખશો ભલે સાચવી ઘણી, અંતે એ તો જવાની છે
રહે ના એ કાબૂમાં, ઉપાધિ એ તો લાવવાની છે
રહે જો એ હાથમાં, કંઈક એ તો દઈ જવાની છે
અનેરા ઇતિહાસ એના એ તો લખી જવાની છે
જવાનીને મળી જો સુંદરતા, સોનામાં સુગંધ ભળવાની છે
કામનાઓમાં બની જો અંધ, નામ એ બોળવાની છે
જોમવંતી રહેશે જો જવાની, મંઝિલ આસાન બનવાની છે
ગઈ એકવાર જીવનમાંથી, ના પાછી આવવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)