રહ્યો છે માનવ જીવનમાં તું તો કરતો ભૂલો, પ્રભુને સમજવાની, એકવાર ભૂલ કર
ભીડ અગવડે રહ્યો છે એને પોકારતો તું, વિના કારણ એકવાર એને પુકાર તું
કરી કરી ભૂલો જીવનમાં પસ્તાયો, કરીશ યાદ પ્રભુને જીવનમાં, ના પસ્તાઈશ તું
માનવીએ માનવીને સમજવામાં કરી ભૂલો, આવ્યો હાથમાં એના તો પસ્તાવો
કરી કોશિશો સમજવા પ્રભુને તો જીવનમાં, આવશે જીવનમાં એમાં તો સુધારો
જીવન જીવ્યો તું તારી રીતે, મળી ઉપાધિઓ, એકવાર પ્રભુની રીતે જીવવાની ભૂલ કર
જીવવા પ્રભુની રીતે, સર્વ ભાવોથી કરી અંતરને મુક્ત, એને પ્રભુને હવાલે કર
ભૂલથી પણ, પસ્તાવું ના પડે જીવનમાં, એકવાર એવી ભૂલ તો કર
કરી કરી ઘણી ભૂલો જીવનમાં, એકવાર જીવનમાં એને યાદ કરવાની ભૂલ કર
પડશે ના આ ભૂલ ભારી તને જીવનમાં, એકવાર જરૂર તું આ ભૂલ કર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)