અજાણ્યાને જાણીતા બનાવવા નીકળ્યો તું, જાણીતાથી શાને અજાણ્યો રહ્યો તું
સાચી રીતે જાણી શક્યો કેટલાને તું, જ્યાં જાણી શક્યો નથી પોતાને તું
જાણે છે તું જીવન સફર તો છે લાંબી, અધવચ્ચે તો શાને થાકી ગયો તું
રહ્યો વૃત્તિઓને વર્તનથી તારા, અજાણ્યો તું, મેળવી ના શક્યો જાણકારી એની શાને તું
અહં તણા ડુંગરો નીચે દબાયેલો છે તું, શાને રહ્યો છે અજાણ્યો એનાથી તું
રહ્યો મેળવતો ને ગજાવતો અન્યની ભૂલોને, શાને તારી ભૂલોથી અજાણ્યો રહ્યો તું
અન્યના મનને જાણવા કરી કોશિશો, શાને તારા મનથી અજાણ્યો તો રહ્યો તું
અન્યના રહેઠાણ જાણવા કરી કોશિશો, પ્રભુના રહેઠાણથી શાને અજાણ્યો રહ્યો તું
અન્યના સ્વભાવ જાણવા કરી કોશિશો, શાને તારા સ્વભાવથી અજાણ્યો રહ્યો તું
અન્યની ભૂલો જાણવા કરી કોશિશો, શાને તારી ભૂલોથી અજાણ્યો રહ્યો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)