થાતા ને થાતા રહે છે, અનેક ગુનાઓ, શિક્ષા ભલે એની દેજે
દેવી હોય ભલે શિક્ષા એની દે, છે વિનંતિ, ગુનો મારો મને જણાવી દે
અટક્યા નથી કરતાને કરતા અમે કર્મો, કર્મો અમારો તો ગુનો છે
દેવી હોય તો દેજે શિક્ષા એની, કયા કર્મોની દે છે, મને જણાવી દે
સ્વભાવે સ્વભાવે કર્યા દોષો જીવનમાં મેં, ભલે શિક્ષા મને એની દે
છોડી શકું જગમાં તો એને, હૈયાંમાં ભરપૂર શક્તિ એવી ભરી દે
ભૂલોને ભૂલો રહ્યો છું કરતો જીવનમાં, શિક્ષા ભલે મને એની દે
કરું ના ભૂલો જીવનમાં તો એવી, સમજણ ઊંડી એવી મને તો દે
રોકી રહ્યું છે જગમાં તો રસ્તા, ભાગ્ય મારું મારે છે એ તો લપડાક મને
સુધારવા તો જીવનમાં ભાગ્ય મારું, મારા પુરુષાર્થમાં એવી શક્તિ દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)