મારા ખ્વાબની દુનિયા તો સુંદર છે, ભલે જગ પણ સુંદર છે
જગે ના દીધું જીવનમાં જે મને, ખ્વાબોએ તો એ બધું મને દીધું છે
મર્યાદાના બંધન જગમાં નડયા છે, ખ્વાબમાં બંધન એ ઢીલા રહ્યાં છે
સુખચેનની નિંદ્રા ના જીવને દીધી, ખ્વાબમાં સુખચેનની નિંદ્રા મળી છે
ના બતાવી બહાદુરી ખુલ્લા જીવનમાં, નિંદ્રામાં તો બહાદુરી બતાવી છે
હરેક કાર્યોમાં જીવનમાં રોકટોક મળી છે, નિંદ્રામાં પ્રશંસા એની મળી છે
ના જીવનમાં પ્રભુ આવી મળ્યા છે, ખ્વાબમાં તો એ પ્રેવેશી ચૂક્યા છે
જીવન મહેંકયું ના ભલે સદ્ગુણોથી, ખ્વાબ સદ્ગુણોથી મહેંકી ઊઠયા છે
માયાના વિચારોના મોતી જીવનમાં, ખ્વાબે વિચારોના સુંદર મોતી દીધા છે
જીવને ના દીધા ઉકેલો જીવનના, ખ્વાબે કંઈક ઉકેલો એના દીધા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)