આશાઓને આશાઓ રહી જાગતી, રહ્યું ના હૈયું એના વિના ખાલી
કંઈક આશાઓ જનમતા મરી, કંઈક ફળી, કંઈક રહી ગઈ કુંવારીને કુંવારી
કંઈક આશાઓએ દીધા જીવનમાં, હૈયાંમાં તો અનેરા સ્વપ્ન રચાવી
કંઈક આશાઓએ મહેનત માગી જીવનમાં ભારી, કંઈક રહી ગઈ અધૂરી
કંઈક આશાઓએ લીધા ઉપાડા ઘણા, કંઈક આશાઓએ દીધું હૈયાંને અશાંત બનાવી
કંઈક આશાઓએ દીધા જીવનમાં પ્રાણ પૂરી, કંઈકે દીધી કહાની રચાવી
કંઈક આશાઓ ના ફળી, ના તોયે છૂટી, હૈયાંમાં દીધું સ્વપ્ન જગાવી
કંઈક આશાઓ જીવનમાં તારક સમ બની, વળાંક જીવનને દીધો આપી
કંઈક આશાઓ હૈયાંમાં ખૂબ નાચી, રહી જીવનને તો એમાં નચાવી
કંઈક આશાઓના બળે તો જીવનમાં, માનવી રહ્યો જગમાં તો જીવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)