મતોને મતોમાં મતભેદ પડતા ગયા, મત અહંનું નિશાન બની ગયું
નાની અમથી વાતને તો જ્યાં, રૂપ મોટું જીવનમાં તો અપાઈ ગયું
એક જ છાવણીમાંથી પડયા બે ફાંટા, મતોનું યુદ્ધ શરૂ થઈ ગયું
શબ્દોના તીરો તો છૂટતા ગયા, કંઈક હૈયાંને એમાં તો વીંધી ગયું
ઉગ્રતા ગઈ વધતી જ્યાં એમાં, હારજીતનું મેદાન એ બની ગયું
સ્નેહ વરસતો હતો જે નયનોમાંથી, આજ અગ્નિ તો એ વરસાવી રહ્યું
મેળવવા એકબીજાની ચડસાચડસી, અદીઠ યુદ્ધ એમા ત્યાં ખોવાઈ ગયું
શાંત વાતાવરણ ડહોળાઈ ગયું, યુદ્ધભૂમિમાં તો જ્યાં એ પલટાઈ ગયું
બન્યા મસ્ત જ્યાં ચડસાચડસીમાં, બીજું બધું ત્યાં વીસરાઈ ગયું
વાત વાતમાંથી પડયા સહુ છૂટા, હૈયું ભાર નીચે સહુનું દબાઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)