કોઈથી જીવનમાં અમે હાર્યા નથી, હાર્યા છીએ અમે અમારાથી
બન્યા નથી તંગ જીવનમાં તોફાનોથી, બન્યા તંગ અમે અંતરના તોફાનોથી
ચાલ્યા ઘણું ઘણું જીવનમાં, પ્રવાસમાં તો અમે થાલ્યા નથી
કરી શરૂ મુસાફરી અમે ચિંતાની, ચિંતામાં થાક્યા વિના રહ્યાં નથી
ઇચ્છાઓના સાગરમાં ખૂબ તર્યા, થાક્યા વિના અમે એમાં રહ્યાં નથી
મારી ડૂબકી લોભમાં એકવાર જ્યાં, લોભમાં થાક્યા વિના રહ્યાં નથી
દુઃખદર્દમાં થાક્યા ના જીવનમાં જેટલા, નિરાશામાં થાક્યા વિના રહ્યાં નથી
દંભને દંભમાં જીવનમાં તો રહ્યાં ઘણું, દંભમાં અમે થાક્યા વિના રહ્યાં નથી
ડરને ડરમાં વીતતું ગયું જીવનમાં, ડરમાં જીવનમાં થાક્યા વિના રહ્યાં નથી
કંટાળ્યા જીવનમાં તો જે વાતથી, ક્ંટાળાથી જીવનમાં થાક્યા વિના રહ્યાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)