દિ ઊગ્યો ને દિ આથમ્યો તારા જીવનનો, ભાર ચિંતાનો હળવો ના થયો
ભાગ્યને પલટાવવા, તારા, જીવનમાં તો, પાપની રાહે તો શાને વધ્યો
અન્યનો જોઈને ચમકતો સિતારો, ચમકાવવા તારો સિતારો, પાપનો દાવ શાને ખેલ્યો
પુણ્ય પાકતા લાગે સમય જીવનમાં, શાને ધીરજ હૈયેથી તો ખોઈ બેઠો
એક પછી એક પાસા પડતા ગયા ઊલટા, જીવનમાં તોયે ના તું સમજ્યો
ભાગ્યનો સિતારો જ્યાં આથમ્યો તારો, પાપની રાહે ચમકાવવા શાને બેઠો
વિના પાંખે તો દુઃખ દોડી આવ્યું, પાપનો પવન જ્યાં એને પ્હોંચ્યો
સુખનો પવન મંદગતિએ આવ્યો, રાહતનો તો દમ એણે પ્હોંચાડયો
કર્યા કાર્યો ધૂળમાં મળ્યા જીવનમાં તારા, શાને ના એમાં ચેતી ગયો
ભાગ્યને ચમકાવવા જીવનમાં તારા, પુરુષાર્થનો રસ્તો શાને ના લીધો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)