મારી વાત જગમાં કોને જઈને કહેવી
તારા સિવાય માડી જગમાં મારું કોઈ નથી
મારી આંખમાંથી વહેતાં આંસુ માડી
તારા સિવાય લૂછનાર માડી કોઈ નથી
મારું પ્રેમથી તડપતું હૈયું માડી
તારા સિવાય શાંત કરનાર કોઈ નથી
મારા પાપ ભરેલા હૈયાને માડી
તારા સિવાય માફ કરનાર કોઈ નથી
સંસારના તાપથી બળેલાને માડી
તારા સિવાય શાંતિ ક્યાંય નથી
આશથી ભરેલું હૈયું મારું માડી
તારા સિવાય પૂરું કરનાર કોઈ નથી
આફતોથી ઘેરાયેલો છું માડી
તારા સિવાય દૂર કરનાર કોઈ નથી
માયામાં ડૂબી રહ્યો છું માડી
તારા સિવાય તારનાર કોઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)