હિત છે અમારું શેમાં, શું અમે એ તો જાણતા નથી
શું અમે એ જાણતા નથી, શું અમે એ જાણતા નથી
અચકાયા કંઈક આચરતા અમે, શું તમે એ જાણતા નથી
કંઈક મજબૂરીની દીવાલો, જીવનમાં ના અમે તોડી શક્યા
કંઈક રંગોથી રંગાયેલાં છે જીવન અમારા ના અમે ભૂંસી શક્યા
કારણ વિનાના કારણોમાં રહ્યા ગૂંચવાતા અમે, ના બહાર નીકળ્યા
પ્રીત વિનાની પ્રીત કરી અમે, પ્રીત અમે નિભાવી ના શક્યા
હૈયાંની ધડકને ધડકને ધડકે હૈયું અમારું, કાબૂમાં ના રાખી શક્યા
રસ્તા લીધા વિલાસના જીવનમાં સંયમ અમે તો ચૂક્યા
ખુદે ખોલ્યા દ્વાર દુઃખોના જીવનમાં, દુઃખીને દુઃખી થયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)