પ્રેમરોગ તો પુરાણો છે, દિલ મારું તો નવું નવું છે
પહોંચ્યો જ્યાં એ તો ઊંડે, બહાના નીકળવાના ના મળવાના છે
દિલે કબૂલ્યું જ્યાં દિલને, દિલમાં એ તો જાગવાનો છે
તીર વિનાના બાણ, એમાં તો ચાલવાના તો છે
છૂટશે તીર તો જ્યાં એમાં, ઘાયલ બંને એમાં થવાના છે
દિલ તો એક બીજા વિના એમાં તો તડપવાના છે
એક બીજા છે એક બીજાના ડોક્ટર, ના બીજા ચાલવાના છે
એ રોગમાં તો એ એક જ એમાં તો દેખાવાના છે
એ રોગમાં તો, દી દુનિયાના બધા ભાન ભુલાવાના છે
કરે છે અસર હરેક વયનાને, ના વયની કોઈ રોકટોક છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)