તારા પ્રેમની થાળીમાં, આ ઝેરનું ટીપું એમાં ભળ્યું રે ક્યાંથી
તારા મધુર કોમળ હૈયાંમાં, કોમળ કટારીનો ઘા માર્યો રે કોણે
જાળવી જાળવી પીરસી તે પ્રેમની થાળી, આવ્યું ઝેર એમાં ક્યાંથી
તારા હૈયાંમાં જલતા પ્રેમના દીપકને, તોફાની વાયરો નડયો શેનાથી
સંવારી ના વાટ પ્રેમની તે હૈયાંમાં, આવ્યો મોગરો એમા એનાથી
ઝંખવાશે જો તેજ એના, દઈ શકશે ના પ્રકાશ પૂરો એ એમાંથી
રહી જાશે પ્રેમના ભાણા, એમના એમાં, જીવનના ઝેર ભળવાથી
વધારી શકીશ, તારી ઉપાસના પ્રેમની, જગમાં એમાં તો ક્યાંથી
હૈયાંમાં પાંગરશે ક્યારી પ્રેમની ક્યાંથી, ટીપું ઝેર પણ એમાં ભળવાથી
બનજે તું ને તું તારા પ્રેમનો સાચો ચોકીદાર, જાય ના ભળી ઝેર ક્યાંયથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)