પ્હોંચશો તમે તો જ્યાં, ખ્યાતિ તમારી, તે પહેલાં ત્યાં પહોંચી જવાની છે
થાશે સ્વીકાર એનો તો જેવો, આવકાર કે તિરસ્કાર ઊભો એ કરવાના છે
કરાવવો સ્વીકાર કેવો, છે તારે હાથ, દરકાર તારે એ તો કરવાની છે
હશે ક્યારેક આવકાર, ક્યારેક પડકાર, તૈયાર તારે એમાં તો રહેવાનું છે
ચડયો હશે જીવન જાગૃતિના જેવા સોપાન, આવકાર કે પડકાર મળવાના છે
જેવી હશે ખ્યાતિ મળશે એવી વિખ્યાતિ, પ્રખ્યાતિ એવી તો મળવાની છે
હશે અધૂરી ખ્યાતિ, થાશે ના એ પૂરી એ તો અધૂરી રહેવાની છે
ખ્યાતિ તો છે ચમક જીવનની, દૂર દૂર સુધી એ તો પહોંચવાની છે
કોઈની ખ્યાતિ હોય ઘર સુધી, કોઈની ગલી સુધી, કોઈની વિશ્વમાં પથરાવાની છે
પડછાયો ચાલશે આગળ પાછળ, ખ્યાતિ તો પહેલા પહોંચવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)