ગણ્યા દિલથી તમને અમે અમારાને અમારા, નથી દૂર તમે રહી શકવાના
નાંખી દિલથી પાસા દિલથી પૂરા, નજરના અંદાજથી નથી દૂર રહેવાના
થાશે મુલાકાત એકવાર દિલથી, દિલ અમે તમારું તો જીતવાના
બાંધશું પ્રેમના તાંતણા મજબૂત એવા, નથી એમાંથી તો છૂટી શકવાના
જાશું જ્યાં રહેશું અમે દિલમાં તમારા, તમારા દિલમાંથી નથી નીકળી જવાના
બનશું જ્યાં એક, રહેશું ત્યાં એક, અલગતાના સૂર ત્યાં નથી નીકળવાના
સુખના સાગર તો છો જ્યાં તમે, નિત્ય અમે ત્યાં તો સુખમાં ન્હાવાના
બનશું જ્યાં એક બનીને રહેશું એક, એક બીજાને સારી રીતે તો સમજવાના
મંઝિલ ને ઉમંગો તો બન્યા જ્યાં એક, બીજું બધું ત્યાં તો ભૂલવાના
એક એકની તો ઝીલશું પૂરી સંવેદના, અમે તો જ્યાં એક બનીને રહેવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)