શું થયું કેમ થયું, એ સમજાયું નહીં, ના એ તો સમજાયું
મળી નજર તારી નજરથી જ્યાં, ત્યાં દિલ તો ખોવાઈ ગયું
શોધ્યો ખુદને, જડયો ના ખુદ મને, અસ્તિત્ત્વ જ્યાં ભુલાઈ ગયું
નજરના ઝપાટા નજરને મળ્યા, નજરને નજરથી ઘણું કહેવાઈ ગયું
ના નજરને ફરિયાદ રહી, નજરને પ્યારનું બિંદુ જ્યાં પીવાઈ ગયું
હતા દ્વાર દિલના બંધ, નજરના હડસેલાથી તો એ ખૂલી ગયું
છુપાવ્યું હતું ઘણું ઘણું દિલમાં, ના બધું એ તો કહેવાયું
તૂટયા હતા અલગતાના બંધન, એકત્વનું નિર્માણ ત્યાં થયું
વગર પહેચાને પહેચાન મળી, જ્યાં અસ્તિત્ત્વ તો ભુલાઈ ગયું
શું થયું એ તો કેમ થયું, ના એ તો સમજાયું, ના એ તો સમજાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)