જીવન વિતાવજે સહુના સહકારમાં, જાશે વીતી જિંદગી વાતવાતમાં
દુઃખદર્દ દોહરાવી દોહરાવી, વિતાવતો ના જીવન તો તું દુઃખમાં
લેજે સાધી નિર્મળતાને સરળતા હૈયાંની, કરજે એની આરાધના ગણજે એને સાધના
સાધી લેજે લક્ષ્ય જીવનમાં, જાતો ના ચૂકી એને તો તું આળસમાં
નવરાવજે સહુને તો પ્રેમમાં, કરજે નિરંતર એની આરાધના, ગણજે એને સાધના
વેરઝેરને જાજે ભૂલી જીવનમાં, લેજે ના પડછાયો પણ એનો જીવનમાં
સત્ય ને અહિંસાને સ્થાપજે હૈયાંમાં, કરજે એની આરાધના, ગણજે એને સાધના
ક્રોધને ઇર્ષ્યાને જાગવા ના દેજે હૈયાંમાં, જાગૃત સદા રહેજે એમાં જીવનમાં
બુઝાવા ના દેતો શ્રદ્ધાનો દીપ હૈયાંમાં, કરજે એની આરાધના ગણજે એને સાઘના
કરજે પાપના મારગ બધા બંધ જીવનમાં, ચાલજે ના કદી એ પથ પર જીવનમાં
સ્મરણ પ્રભુનું ને રટણ પ્રભુનું, કરજે એની આરાધના, ગણજે એને સાધના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)