છું આશિક તમારો, છું પરવાનો તમારો
નજર તમારી અમારાથી હવે ના છુપાવો
બનાવી દીવાનો તો તમારો ને તમારો
વગાડી પ્રેમની મીઠી બંસરી તો દિલમાં
રચાવી પ્રેમનું મીઠું સ્વપ્ન તો જીવનમાં
યાદે યાદે છે વ્યાપી, મીઠી ઝણઝણાટી દિલમાં
રાખી ના કંજૂસાઈ કોઈ વાતમાં, કંજૂસાઈ નજરની શાને રાખો
સતાવ્યો કર્મોએ, ઘણો નજરથી છુપાઈ, ના સતાવો
બનું ના ભલે કોઈનો, બનવા દેજો તમારો ને તમારો
કરવા છે સમર્પિત ભાવો, નજર શાને છુપાવો
રહેવું છે ભાવોમાં તમારા, કરો ભાવોમાં વધારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)