છવાયેલું રહેશે અંધારું ઘેરું એ વાદળું, જીવનમાં તો એ ક્યાં સુધી
વાશે ના જીવનમાં એવો શું વાયરો, હટાવી ના જાશે શું એ વાદળું
પ્હોંચ નથી પાસે જેની આપણી, જાવું પડશે અન્ય પાસે કરવા દૂર વાદળું
પરમાત્માની સત્તા પાસે, નથી કોઈ સત્તા મોટી, પડશે જાવું એના સુધી
નથી નિસરણી પાસે, પ્હોંચી શકે વાદળ સુધી, પડશે પ્હોંચવું એવી નિસરણી સુધી
છે પ્રભુ પાસે નિસરણી એવી, પ્હોંચે બધે, પડશે પ્હોંચવું ભાવથી એના સુધી
છે ભાવની નિસરણી પાસે તારી, પ્હોંચી શકીશ એનાથી પ્રભુ સુધી
ફેરવતો ના નિસરણી આડી અવળી, રાખજે સીધી, પ્હોંચાડે પ્રભુ સુધી
દુઃખદર્દના પગથિયાં છે એના એવા, જોજે જવાય ના એમાં તો સરકી
જાળવજે વિશ્વાસની માત્રા હૈયાંમાં, જોજે જાય ના એમાં એ તો ખૂટી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)