સફર તો રહી ચાલુને ચાલુ, મંઝિલની તો જ્યાં ખબર ના હતી
મુકામો પર મુકામો, પસાર થાતા રહ્યાં, સફર તોયે ના એ અટકી
મુકામ તો ભલે મંઝિલ ના હતી, મંઝિલ વિનાની સફર તો ચાલુ હતી
વપરાતો ગયો, સમય તો નકામો, જાણે પાસે તો સમયની વખાર હતી
મેળવતા ને ગુમાવતા રહ્યાં સફરમાં, જાણે જાણવાની ના કોઈ પરવા હતી
સુખચેનની ભલે આશા ના હતી, સફર તોયે ચાલુને ચાલુ હતી
તકલીફોના નજરાણા ભલે દેતી ગઈ, તોયે સોનેરી દિવસની આશા હતી
ખેડી સફર એવી રીતે, ના પ્રશંસા કોઈની મળી, ના પ્રશંસા કરવાની સ્થિતિ હતી
ઊઠયા ના ઊઠયા દુઃખના પરપોટા, સુખના કિનારે ના એ પહોંચી હતી
સઢ વિનાના વહાણની જેમ, સફર ચાલુ હતી, મંઝિલની ના ખબર હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)