છુપાવું છે તમારે તો ક્યાં, તમે ને તમે તો નક્કી કરી લેજો (2)
છુપાશો જો વાદળની પાછળને પાછળ, વાદળ સુધી પહોંચવાની છે પહોંચ અમારી
છુપાવું હશે એ સાગરની અંદર, સાગરને શોષવાની તો છે હિંમત અમારી
છુપાશો કોઈ ગિરિરાજની ટોચ ઉપર, ટોચ પર પહોંચવાની છે તાકાત અમારી
છુપાશો કોઈ વીજળીની સંગે, વીજળીના ચમકારને ઝીલવાની છે તાકાત અમારી
છુપાશો પવન સંગ ઊડીને, પવનને નાથવાની છે હૈયે હામ તો અમારી
છુપાશો જો કોઈ ઊંડી ગૂફામાં તમે, છે પ્રકાશ બની પહોંચવાની તાકાત અમારી
છુપશો જો ચંદ્ર ઉપર તો જઈને, ચંદ્રને પાર કરવાની છે તાકાત અમારી
છુપાશો જો કોઈ ગાઢ જંગલમાં જઈને, જંગલને ખૂંદી વળવાની છે તાકાત અમારી
છુપાશો આવી હૈયાંમાં જો તમે, છે તમારી સંગે વસવાની ઉમ્મીદ અમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)