ઘસાતા ને ઘસાતાં ગયા જીવનના કંઈક પાસાઓ, ઘસાઈ કંઈક એમાં ચમકી ગયા
ઘસાયા કંઈક પાસાઓ જીવનના એવા, જીવનમાં કાળા ધાબા તો એ બની ગયા
કંઈક પાસાઓ ઘસાયા એવા, એની હસ્તી પણ ના એ તો છોડી ગયા
કંઈક પાસાઓ ઘસતા ઘસતા, દર્દ અનોખું એનું, ઊભું એ તો કરી ગયા
કંઈક પાસાઓ ઘસાઈ ચમકી રહ્યાં, જીવનમાં તેજ એનું તો એ પાથરી ગયા
અનેક પાસાના જીવનને, ઘસતા સમય વીતતા ગયા, ના બધા તોયે એમાં ઘસાયા
જે પાસું ઘસાયું પૂરું, જીવનમાં તેજ અનોખું તો એનું તો એ પાથરી ગયા
પાસા ઘસવામાં રહ્યાં કંઈક અધૂરા, મહેનત બરબાદ તો કરાવી ગયા
ઘસી ઘસી પાસા બધા, મથ્યા પૂર્ણતાએ પ્હોંચવા, અપૂર્ણ તોયે એ તો રહી ગયા
અનેક પાસાનું બનેલું જીવન, ઘસતાને ઘસતા તો એને હેરાન થઈ ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)