આવી જગમાં બન્યા ના મહારથી, હતા નાના મોટા સહુ સ્વાર્થી
ચૂક્યા જગમાં તો સહુ તો પગથિયાં, બન્યા ના જીવનમાં પુરુષાર્થી
ચાહ્યું પ્રગટાવવા તો પ્રેમની જ્યોત હૈયે, બન્યા ના જીવનમાં પરમાર્થી
નાના મોટા ગોત્યા સહુએ ફાયદા, હતા હૈયાં તો સહુના કામાર્થી
બની ના શક્યા રહી ના શક્યા, જીવનમાં પ્રભુના સાચા શરણાર્થી
ત્યજી ના શક્યા ઇચ્છાઓ, રહ્યાં અને બન્યા જીવનમાં ઇચ્છાર્થી
ચાહ્યાં નાના મોટા લાભો જીવનમાં સહુએ, રહ્યાં એમાં સહુ લાભાર્થી
રહ્યાં જીવનભર શીખતા તો સહુ જગમાં, બન્યા ના સાચા શિક્ષણાર્થી
ત્યાગી ના શક્યાં દુર્ગુણો તો કોઈ હૈયાંમાંથી, બની શક્યા એના દીક્ષાર્થી
ખૂબ ધાંધલ ને ધમાલનું વિતાવ્યું જીવન, બન્યા ના એમાં સાચા મોક્ષાર્થી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)