કહેવું ના હતું તો જે, જીવનમાં એ વાત તો કહેવાઈ ગઈ
કરવી ના હતી ફરિયાદ જીવનની, ફરિયાદ એની તો થઈ ગઈ
થાવું ના હતું દુઃખી તો હૈયે, એ વાત હૈયાંને દુઃખ તો દઈ ગઈ
સમજુ ના સમજુ મારા હૈયાંની, કસોટી એમાં તો થઈ ગઈ
રાખવું હતું હૈયાંને તો કાબૂમાં, હૈયાંને ઢીલું એ તો કરી ગઈ
ઘૂંટાતી ને ઘૂંટાતી રહી વાત હૈયાંમાં, ના કહેવા છતાં એ કહેવાઈ ગઈ
રહી હતી હેરાન કરી એ હૈયાંને, સમજવા છતાં એ તો કહેવાઈ ગઈ
જોયું ના સ્થાન કે પાત્ર એમાં, ભાર હૈયાંનો હળવો એ તો કરી ગઈ
કર્યો ના વિચાર પરિણામનો, કહેતા ને કહેતા એ તો કહેવાઈ ગઈ
કહેતા કહેતા તો એ કહેવાઈ ગઈ, કહેતા કહેતા તો એ કહેવાઈ ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)