પાછળ ને પાછળ, પાછળને પાછળ એ તો પડી ગઈ
છોડયો ના પીછો મારો, ફર્યો જ્યાં જ્યાં, પાછળને પાછળ પડી ગઈ
કર્યું હતું સમજ ના સમજમાં એક વખત, બનીને યાદો એ તો એની
ચાહું છોડાવવા પીછો મારો, છોડે ના જીવનમાં એ તો પીછો મારો
પડું કામકાજમાં નવરો જ્યાં, ખટખટાવી મનના દ્વાર, આવે એ ઊભી
વારે ઘડીયે આવીને દિલમાં, દિલનું ચેન એ તો હરી ગઈ
કાર્ય કર્યા ઉમંગભરી, બનીને યાદ એની, ચેન એ તો હરી ગઈ
કરું બંધ આંખ, આવે આંખો સામે, આવી વિચારોમાં વિચારોને નચાવી ગઈ
જોયો ના સમય એણે, સમય કસમયે આવી ઊભી એ રહી ગઈ
કદી રચાવ્યા મીઠા સ્વપ્નો, કદી સાકાર સ્વપ્નોને એ તોડી ગઈ
બની જ્યાં એ જીવનસંગીની, છોડાવવો પીછો મુશ્કેલ બનાવી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)