મરીમીટવાની હોય ના તૈયારી તો જેની, સ્વાભિમાન એનું ના શોભે
લોભલાલચમાં તો પૂછડી જેની પટપટે, એના મુખે સ્વાભિમાન ના શોભે
મિથ્યાભિમાનમાં ખેલ ખૂબ ખેલે, સ્વાભિમાન એનું તો ના શોભે
સ્વાભિમાન જ્યાં પ્રગતિમાં નડે, જીવનમાં એવું સ્વાભિમાન તો ના શોભે
જે સ્વાભિમાન જીવનમાં બીજાનું અપમાન કરાવે, એવું સ્વાભિમાન ના શોભે
જે સ્વાભિમાન જીવનમાં પ્રેમથી વિમુખ બનાવે, એવું સ્વાભિમાન તો ના શોભે
જે સ્વાભિમાન આગતાસ્વાગતા ભુલાવે, એવું સ્વાભિમાન તો ના શોભે
જે સ્વાભિમાન તરંગો ને તરંગોમાં જીવાડે, એવું સ્વાભિમાન તો ના શોભે
જે સ્વાભિમાન મિથ્યાભિમાનમાં પરિણમે, એવું સ્વાભિમાન ના શોભે
જે સ્વાભિમાન બધાથી અલગ પાડે, એવું સ્વાભિમાન તો ના શોભે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)