લઈ લે, લઈ લે, લઈ મારા હૈયાંની મુલાકાત એકવાર તું લઈ લે
મળ્યો હશે કંઈક હૈયાંમાં નિવાસ તને, ફરક મારા હૈયાંનો એમાં જોઈ લે
છે તારા નામનીજ ગરમી એમાં, છે તારાજ પ્રેમના છાંટણાં અનુભવ એ તો કરી લે
રાખ્યું છે સાચવી એને, તારા તો કાજે, આજ આવીને એને તો તું જોઈ લે
હું પણ તારો, હૈયું પણ તારું, નિઃસંકોચ આવીને એકવાર મુલાકાત લઈ લે
હટાવ્યા છે અણગમતા સાથીઓને એમાંથી, હૈયાંને તો હવે તારું બનાવી લે
પ્રેમથી તો આવીને, વસીને તો એમાં એક પ્રેમભરી દૃષ્ટિ એના પર તો નાંખી દે
બન્યું છે એવું, જોઈએ છે તને તો જેવું, એકવાર તો આવીને નક્કી તું કરી લે
છે હૈયું તો મિલનસ્થાન આપણું એકવાર આવીને, યાદગાર એને બનાવી દે
પડતા પગલાં તારા એમાં, ઝૂમી ઊઠશે એ એમાં, એકવાર અનુભવ એનો કરી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)