ઝંખું ઝંખું હું તારાં દર્શન મારી માત રે
માડી દયા કરી, પૂરજે તું મારી આ આશ રે
આવ્યો જગમાં કેટલી વાર, હિસાબ છે તારી પાસ રે
તોય સદા ભટકતો રહ્યો, દર્શન નથી થયાં માત રે
જનમોજનમ નવી-નવી લાવતો જંજાળ સાથ રે
સદા તુજથી દૂર રહ્યો, નથી ભજતો તને માત રે
સમજણ દીધી છે થોડી, વ્યાકુળતા વધી હૈયે માત રે
હૈયું મારું તડપી રહ્યું, દર્શન કરવા તારાં માત રે
મૂંઝાયો છું ઘણો, શું કહું તને હૈયાની વાત રે
તું તો સર્વ કંઈ જાણે, જાણે છે મારા હૈયાની વાત રે
હવે દયા કર એવી માડી, દેજે દર્શન તારાં માત રે
હૈયે ધરી બેઠો છું, હવે આ એક માડી આશ રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)