દૃષ્ટિએ દૃષ્ટિએ દૃષ્ટિ દૃશ્યો તો જોતી જાય
ઉતારવા હૈયાંમાં તો એને, પ્રયાસ તો એ કરતી જાય
સમજણમાં સમજણ તો જ્યાં એની તો આવી જાય
જ્ઞાનનો અમર ખજાનો ઊભો એ તો કરતી જાય
દૃષ્ટિમાં જ્યાં ઇચ્છાઓને ઇચ્છાઓ તો ટકરાતી જાય
દૃશ્યોમાં ઉથલપાથલ એ તો મચાવતીને મચાવતી જાય
અનેકના મેળાપ એમાં જીવનમાં તો થાતા ને થાતા જાય
બન્યા કંઈક ચિરંજીવ, કંઈક સ્મૃતિપટ પરથી ભૂંસાતા જાય
દૃશ્યો બની યાદ જીવનની, અનુભવ એ તો દેતું જાય
દૃશ્યેદૃશ્યો જગમાં, જીવનને કંઈકને કંઈક કહેતું જાય
દૃષ્ટિએ સંઘર્યું ઘણું ઘણું, કંઈક એમાં ભૂંસાતું જાય
અટકી ના ગાડી દૃશ્યોની, દૃષ્ટિ ના એમાં થાકી જરાય
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)