ઊભા છીએ આવી દ્વાર પર તારા, ખુદા સલામ અમારી કબૂલ કરો
નફરત અમારા દિલમાંથી, એ ખુદા નષ્ટ કરો, સલામ અમારી કબૂલ કરો
ઓ રહેમતેઆલી, દૃષ્ટિ તમારી ઇનાયત કરો, સલામ અમારી કબૂલ કરો
રહે યકીન દિલમાં, દિલ અમારું યકીનોથી ભરો, સલામ અમારી કબૂલ કરો
દિલ દીદારે ઉત્સુક છે, ના કમી એમાં કરો, સલામ અમારી કબૂલ કરો
કરિશ્માઓના છો સાગર, એક બુંદ એનું ઇનાયત કરો, સલામ અમારી કબૂલ કરો
દુઃખદર્દમાં બન્યા દીવાના, તમારા દીવાના બનાવો, સલામ અમારી કબૂલ કરો
છીએ મહોબતના રાહી મંઝિલ એની ઇનાયત કરો, સલામ અમારી કબૂલ કરો
દુનિયા તમારી ને દુનિયા અમારીને તો એક કરો, સલામ અમારી કબૂલ કરો
કરે છે છેડછાડ કિસ્મત જિંદગીની, કિસ્મત એને તમારું કહો, સલામ અમારી કબૂલ કરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)