શ્વાસેશ્વાસમાં છે વાસ તો તારો, હરેક આંગણાંમાં છે તારો તો વાસ
ભાગી ભાગી જગમાં પ્રભુ, હું તો ક્યાં જાઉં, હું તો ક્યાં જાઉં
પ્રકાશ તારો, દે પ્રકાશ જગને અજવાળે ખૂણેખૂણો, હું પકડાઈ જાઉં
તારા તેજ વિના દૃષ્ટિ ના કાંઈ જુએ, તારી પ્રેરણા વિના બુદ્ધિ ના વિચારે
છીએ જ્યાં અમે પડછાયા તારા, અસ્તિત્ત્વ બીજું તો ક્યાંથી લાઉં
કરું ગુનાઓ જીવનમાં, કરવા શિક્ષા હાથ તારા લાંબા, ક્યાંથી એમાંથી છટકી જાઉં
કરી ગુનાઓ છુપાઉં જ્યાં હૈયાંમાં, ધડકને ધડકને, નોબત તારી સાંભળતો જાઉં
થાપ ના આપી શકું તને જીવનમાં, બાલીશ કોશિશો તોયે કરતો જાઉં
સ્થપાયા નથી ગુનેગારના સંબંધો, ચાહું છું તારો ને તારો બનતો જાઉં
તું તો શોધી શકીશ મને પ્રભુ, દેજે શક્તિ શોધવામાં તને સફળ થાઊં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)