જીવનમાં તો જે અંગ નથી બન્યા, એને બે વેંત દૂર રાખેલા સારા
ઉત્પાત હૈયાંના જે નથી સમજી શક્યા, દિલ ખાલી કરવાનું સ્થાન નથી બની શક્તા
પ્રેમના પરિતાપમાં જલે છે જેના હૈયાં, પ્રભુ માંગે છે તારા હૈયાંની પ્રેમની ધારા
સમજી ના શકે જે વાતના ઇશારા, મર્મ સુધી તો એ ક્યાંથી પહોંચવાના
રહે છે જે આંખોથી તો આંખો સંતાડતા, મિલન હૈયાંના તો એ કેમ કરી કરવાના
જીવનને સાચી રીતે જે નથી સમજી શક્યા, દુઃખના વારસદાર એ બનવાના
પીત્તળ હૈયે ફૂલાયું, સોના સંગ રહીને ચમકીને, નથી કાંઈ સોનું એ તો બનવાના
હશે હૈયાંમાં ભરી ભરી જો ખામી, અણી વખતે શૂળ એના એમાં ભોંકાવાના
છતી આંખે અંધ બનીને ફરે, જગમાં એના કરતા તો જીવનના અંધ તો સારા
પડી ગઈ આદત જ્યાં ખામીઓ જોવાની, પ્રભુમાં પણ ખામી એ તો જોવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)