પૂછશો ના કોઈ મને, પ્રભુ પાસે તો શું માંગ્યું હતું
ના માંગવાનું તો માંગ્યું, માંગણીઓનો દરિયો માંગ્યો હતો
રહ્યો માંગણીઓનો પ્રવાહ વહેતો, અટક્યો ના પ્રવાહ એનો
હતા ને છો તમે પૂરણકામી, માંગણીઓનો દરિયો માંગ્યો હતો
માંગણીએ રહ્યો અસંતોષ વધતો, હૈયું એમાં જલતું હતું
અસંતોષનો સંતોષ રહ્યો વધતો, માંગણીઓનો દરિયો માંગ્યો હતો
માંગણીઓનો પ્રવાહ રહ્યો વધારતો, અટકવું ક્યાં ના સમજ્યો
પ્રવાહે પ્રવાહે રહ્યો તો તણાતો, માંગણીઓનો દરિયો માંગ્યો હતો
કરી ના નજર કર્મો પર કદી, કર્યો ઊભો માંગણીઓનો તો દરિયો
જોતાને જોતા રહ્યાં પ્રભુ આંખ સામે, માંગણીઓનો દરિયો માંગ્યો હતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)