અડીખમ બનીને ઊભો રહેજે, કરવા પૂરો તો તારો નિર્ધાર
વિચલિત બનીને જો કરીશ, આવશે અડચણો એમાં હજાર
ડોલતાને ડોલતા ફરીશ જો જગમાં, થાકતા લાગશે ના વાર
મક્કમતાથી વધજે આગળ જીવનમાં, કરીને એનો પાક્કો નિર્ધાર
ખુલ્લા દિલથી કરજે બધું, લાગશે ના એમાં તો કોઈ ભાર
કરી મક્કમ નિર્ધાર, કરીશ તો જ્યાં કામ, થાશે કામ તો પાર
બનીશ ચલિત જો નિર્ણયમાં, આવશે મુસીબતો તો ત્યાં અપાર
મક્કમતાને જીવનમાં તારો બનાવી દેજે, એને તો મુખ્ય આધાર
કરી નિર્ધાર, કરવા પૂરો લગાડજે ના વાર, બનાવજે એને આધાર
ઉમંગથી વધતો જાજે આગળ, કરી શકીશ તો મુસીબતોને પાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)