દિવસનું અજવાળું ધીરે ધીરે રાતના અંધકારમાં સરતું જાય છે
મરણ જીવનને તો ખાતું જાય છે, કાળ એનો એ તો ગણાય છે
દુઃખ જીવનમાં સુખને ખાતું જાય છે, સુખનો કાળ એ તો એ ગણાય છે
શંકા તો વિશ્વાસને ખાતુંને ખાતું જાય છે, એ તો એનો કાળ તો ગણાય છે
લોભલાલચ અહં, ચાલવા ના દે ધર્મના પથ પર, એ એનો તો કાળ ગણાય છે
આળસ કરવા ના દે ઉપયોગ સમયનો, એ તો સમયનો તો કાળ ગણાય છે
ડર વધવા ના દે જીવનમાં તો આગળ, પ્રગતિનો તો એ કાળ ગણાય છે
તૂટશે જ્યાં હિંમત તો હૈયાંમાં, સફળતાનો તો એ તો કાળ ગણાય છે
કપટકળા તો જ્યાં વસી ગઈ તો હૈયાંમાં, સરળતાનો તો એ તો કાળ ગણાય છે
ચિંતામાં ડૂબ્યું જ્યાં જીવનમાં તો હૈયું જેનું, ધ્યાનનો તો એ તો કાળ ગણાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)