દિવસો તો ઊગ્યા નવા નવા, વિચારોએ ના તાલ મેળવ્યા, રહ્યાં એ જૂના ને જૂના
બદલાયા દિવસો બદલાયા કાળ એમાં, જીવનમાં તો એ વિચારો ના બદલાયા
રહેશે જીવનમાં તો ત્યાં આંખો તો જૂની ને જૂની, તમાશા હશે તો નવા ને નવા
વિચારો તો કરી ના શક્યા પાર તો જૂની સીમા, નવી સીમા ક્યાંથી સ્થાપી શકવાના
જૂના તો દિવસો આપી જાશે અનુભવ, નવા દિવસોમાં કામ એ તો લાગવાના
જૂનાની સંકડાશ, નવાની તો મોકળાશ, જીવનમાં નથી એ તો મ્હાલવા દેવાના
નવા વિચારોને મળશે ના જો નવી દિશાઓ, જીવનની પ્રગતિને એ તો રોકી રાખનારા
સાધી લેજે સુમેળ, નવા ને જૂના વિચારોનો, જીવનમાં આગળ એ તો વધારવાના
નવા ને જૂના વિચારો જો ટકરાશે તો જીવનમાં, મુસીબતો ઊભી એ કરવાના
નવા ને જૂનાના લય મળશે તો જ્યાં જીવનમાં, સંગીત એ તો સરજી જવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)