મનના નાચમાં જ્યાં નાચતાને નાચતા રહ્યાં, ના સંસારી રહ્યાં ના વેરાગી બન્યા
સઢ વિનાની નાવમાં બેસી સફર કરતા રહ્યાં, ના સંસારી રહ્યાં ના વેરાગી બન્યા
ઇચ્છાઓના મોજા હૈયાંમાં ઊછળતા રહ્યાં, તણાતા રહ્યાં, ના સંસારી રહ્યાં ના વેરાગી બન્યા
અખંડ પ્રેમની જ્યોત હૈયાંમાં જલાવી ના શક્યા, ના સંસારી રહ્યાં ના વેરાગી બન્યા
કપટકળાનું આકર્ષણ ના હૈયેથી હટાવી શક્યા, ના સંસારી રહ્યાં ના વેરાગી બન્યા
કરી કરી ચિંતાઓ જીવનમાં ચિંતાતુર રહ્યાં, ના સંસારી રહ્યાં ના વેરાગી બન્યા
ના ઇચ્છાઓ પૂરી કરી શક્યા, ના એને ત્યજી શક્યા, ના સંસારી રહ્યાં ના વેરાગી બન્યા
ના જીવનમાં જીત મેળવી શક્યા, ના હાર સ્વીકારી શક્યા, ના સંસારી રહ્યાં ના વેરાગી બન્યા
ના જીવનમાં પ્રભુના બન્યા, ના હૈયાંમાં એને વસાવી શક્યા, ના સંસારી રહ્યાં ના વેરાગી બન્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)