ખરડાયેલું તન ને ખરડાયેલું મન, કામ આપશે તો કેવું ને કેટલું
ગઈ છે હણાઈ શક્તિ જેની, ટકશે સંજોગો સામે, ટકશે તો એ કેટલું
કાઢી મારગ આફતો સામે, વધી શકશે જીનનમાં તો એમાં તો કેટલું
તનડું રહેશે ડામાડોળ, મનડું રહેશે ડામાડોળ, કરી શકશે કાર્ય પૂરું કેટલું
બની કે રહી શકશે ના એ કોઈનો, કોઈ બનીને એનું, ટકી શકશે કેટલું
જાશે વધી ધમાચકડી જીવનમાં એમાં, યાદ રહેશે કે રાખી શકશે કેટલું
દૃષ્ટિમાં છવાઈ જાશે ઘેરું ધુમ્મસ, જોઈ કે દેખી શકશે એમાંથી એ કેટલું
હશે ડામાડોળ તનડું ને મનડું, રહેશે સ્થિર સ્મિત એમાં તો કેટલું
ખેંચાશે ને તાણશે જીવનમાં ભાવો એને, ખેંચાઈ જાશે એમાં એ કેટલું
પડશે રાખવો આધાર એણે સહુનેં, આપશે કોણ એને એ કેટલું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)