શું થાશે, શું થાશે, જગમાં આ ધરતીનું તો શું થાશે
ખોટું ને ખોટું જો આ ધરતી પર પૂજાતું જાશે, ધરતીનું શું થાશે
તાંતણા સંબંધોના ઢીલા ને ઢીલા પડતા જાશે, ધરતીનું શું થાશે
અધર્મીની બોલબાલા ધર્મી જો પીડાતા જાશે, ધરતીનું શું થાશે
માનવી ધરતીનો રસકસ જો લૂંટતો રહેશે, ધરતીનું શું થાશે
દાન, દયા ને પુણ્યનું જો સ્થળાંતર થાશે, ધરતીનું શું થાશે
માનવી સંબંધોમાં વિષ ઓકતો ને ઓકતો જાશે, ધરતીનું શું થાશે
ધરતી પરથી વરસાદ જો રૂઠી તો જાશે, ધરતીનું શું થાશે
પ્રેમભૂખી છે આ ધરતી, ઝરણાં પ્રેમનાં સુકાઈ જાશે, ધરતીનું શું થાશે
માનવ માનવ મટી દાનવ બનતો ને બનતો જાશે, ધરતીનું શું થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)