આવશે કોણ પાસે તારી, ઝોળી તારી જરૂરિયાતોની હશે ખાલી ને ખાલી
દુઃખદર્દના દર્દી, પાસે આવશે ક્યાંથી, હમદર્દીની ઝોળી હશે જો તારી ખાલી
અર્થાર્થી આવશે પાસે ક્યાંથી તારી, હશે પૈસાની ઝોળી તારી જો ખાલી
આવશે જ્ઞાનપિપાસુ કોણ પાસે તારી, હશે જ્ઞાનની ઝોળી તારી જો ખાલી
આવશે મૂંઝાયેલા ક્યાંથી પાસે તારી, હશે સહાનુભૂતિની ઝોળી તારી ખાલી
અસહાયો આવશે પાસે ક્યાંથી તારી, હશે સેવાની ઝોળી જો તારી ખાલી
મીઠા શબ્દો સાંભળવા આવશે પાસે કોણ તારી, હશે મીઠા શબ્દોની ઝોળી તારી ખાલી
પ્રેમની ઝલક પામવા તારાં નયનોથી, આવશે પાસે કોણ તારી, હશે પ્રેમની ઝોળી તારી ખાલી
આવશે કોણ ક્ષુધાતુર પાસે તારી, હશે અન્નની ઝોળી જો તારી ખાલી ને ખાલી
કોઈ ને કોઈ ચીજની જરૂરિયાત જીવનમાં જાગે, આવશે કોણ, હશે બધી ઝોળી ખાલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)