હજારો જામ કર્યાં ખાલી, હતી જરૂર જ્યાં એક જામની
ચડી, ચડી, ગયા ઊતરી, પડતી રહી જરૂરત ત્યાં તો જામની
હતો તો પીવો જામ એવો, ઊતરે ના નશો એનો કદી
ઊતરે નશા અભિમાનના, ઊતરે નશા નયનોના વાગેલા બાણની
જાશે ઊતરી નશા સફળતાના, ખાતા માર સમયના હાથની
હરકાળમાં રહે વધતો નશો, છે જરૂર તો એવા જામની
થઈ સફર શરૂ જ્યાં જામની, અટકી ના સફર એ જામની
થાતા ગયા જામ એમાં ખાલી, મળી ના તૃપ્તિ જ્યાં જામની
ચડયો નશો જો ભક્તિનો હૈયે, જાશે ના કદી એ ઊતરી
છે જીવનમાં જરૂર એવા જામની, છે જરૂર તો એવા જામની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)