મજા પડી ગઈ રે માડી, તારા નામના તો નશામાં
થઈ ગયાં દ્વાર બંધ દુઃખનાં, ગયાં ખૂલી દ્વાર સુખનાં
ઝૂમી ઊઠયું મનડું ને દિલડું એમાં, આવી ના મજા બીજી વાતમાં
દીધું ભુલાવી ભાન જગનું, ડૂબ્યા જ્યાં તારી યાદમાં
બની એ મીઠી વીરડી, આ સંસારના તો તાપમાં
દીધા ભુલાવી વિચારો માયાના, નશા ચડયા તારા નામના
દર્દ ભલે જાગ્યાં એમાં, હતાં દર્દ તો એ એકતાનાં
ઊઠયા સૂરો તો દિલમાં, ઝણઝણી ઊઠયા તાર દિલના
ઝૂમી ઉઠયું દિલ આમાં, જામી શાંતિની સંવાદિતા
પળેપળે ઊઠયા નામના રણકાર, દ્વાર ખોલ્યાં સુખનાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)