સ્વીકારજે વંદન હે માત ભવાની પરમ કૃપાળી
નમામી સિધ્ધમાં નમામી સિધ્ધમાં, નમામી સિધ્ધ્માં ડીસાવાળી
છોડવું છે જગમાં બધું મારાં મારું, છોડવી નથી તને કૃપાળી - નમામી...
ખીલવું છે બની પ્રેમનું પુષ્પ, નથી છોડવી તારા પ્રેમની ક્યારી - નમામી...
આવે તોફાનો મુસીબતો ભલે ભારી, નથી છોડવી તારા નામની ડાળી - નમામી...
કરીએ પૂજન, કરીએ વંદન, ઠરે આંખડી એમાં તો અમારી - નમામી...
કરવી છે નજરને એવી સદા, નજરમાં રહે બનીને તું મારી ને મારી - નમામી...
રાખવું નથી હૈયાને, તારા નામ વિના તો કદીયે ખાલી - નમામી...
રહે ચિત્તમાં સદા નામ તમારું, હટે ના હૈયેથી મૂર્તિ તમારી - નમામી...
શબ્દે શબ્દે રહે ઇંતેજારી, રહે ઇંતેજારી નયનોમાં દર્શનની તમારી - નમામી...
સમાઈ છે જગની બધી સંપત્તિ, સમાઈ છે એ દર્શનમાં તમારી - નમામી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)