તારી મુરલીએ (2) ચિત્ત અમારું ચોરી લીધું, વહાલા મારા ગિરધારી રે
ભાનનું ભાન ખોયું રે (2) ખોયું ચિત્ત અમારું, વહાલા મુરલીધારી રે
ખસ્યું ખસતું નથી રે (2), વહાલા મુખડું તારું, વહાલા મારા બંસરીધારી રે
સોંપ્યું છે ભાગ્ય મારું રે (2) વહાલા મારા, વહાલા મારા ચક્રધારી રે
હર્યુ ચિત્તડું, હર્યુ મનડું રે (2) વહાલા મારા, મારા વહાલા પીતાંબરધારી રે
તમારી સંગે રાસ રમશું રે (2) વહાલા મારા, મારા વહાલા રાસધારી રે
કરો ઘેલા અમને રે (2) કરો ઘેલા અમને, મારા વહાલા કામણગારી રે
સોંપ્યું તનડું, સોંપ્યું મનડું રે (2), રાખશે પાસે તમારી વહાલા મારા મુરારી રે
મંદ મંદ મુસ્કાન તમારું રે (2) હરે ચિત્તડું અમારું, વહાલા મારા ત્રિભુવનધારી રે
પહોંચી ના શકીએ અમે તને રે (2) પહોંચી ના શકે તારી બુદ્ધિને, બુદ્ધિ અમારી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)